શ્રી ગિરનારા ' સાગર ' મા પ્રસિધ્ધ થયેલા આપના લેખની એક નવલીકાનુ એડીશન કરે છે. આ વિચાર અમને ( શ્રી ગિરનારા સાગર ટ્રસ્ટીને) ખુબજ સરસ લાગ્યો છે. જ્ઞાતિના પેપરમા આવતા લેખનુ સંકલન કરી પુસ્તક રૂપે પ્રગટ થતું આ પહેલું જ પુસ્તક છે. આ વિષે હું મારો અંગત અભિપ્રાય નીચે મુજબ જણાવું છું.
શ્રી ગિરનારા સાગરનાં પ્રસિધ્ધ થતી બોધકથાના લેખક આપણી જ્ઞાતીના જાજરમાન વિશેષ વ્યક્તિનું પુરૂનામ શ્રી રતિલાલ પરસોતમભાઈ જોગીયા, રહેવાસી મુંબઈ, લેખકનું મુળ વતન ઠોયાણા જે પોરબંદર સાઇડમાં આવે ત્યાંથી તેઑ પોરબંદર આવ્યાં. આ લેખકનો જન્મ આજથી લગભગ ૭૦ વર્ષ પહેલા એક નાના ગામમાં થયેલો ( ઠોયાણા ) આશરે ૧૯૩૯ ની સાલમાં ( જન્મ ) આપણી જ્ઞાતિમાં એ સમય દરમ્યાન કોઇ ૪ થી ૫ ધોરણ કરતાં આગળ અભ્યાસ કરવા વાળા ખુબજ જુજ સંખ્યા તેમાં આપણા લેખક ઓલ્ડ મેટ્રીક ( આજ તે અગિયારમું ધોરણ ગણાય છે ) અને પુના બોર્ડની પરિક્ષા આપવી પડતી તે પરિક્ષામાં ઉર્તિણ થયા અને રાણાં કંડૉરણા શિક્ષિક તરીકે નોકરી જોઇન્ટ કરી અન હેડ માસ્તર થયા.
લેખકનો મારો પરિચય જાન્યૂઆરી ૧૯૯૮ માં થયો. ૧૯૯૮ ના સપ્ટેમબર મહિનાથી ' શ્રી ગિરનારા સાગર ' માં ' બોધકથા ' નાં હેડિંગ થી તેમના લેખ પ્રસિધ્ધ થાય છે. જે આવિરત આજ સુધી ચાલુ જ છે. તેમની પહેલી બોધકથા પેડલ ના નામથી શરૂ થઇ છે. તે પેડલ આજ પ્રયત્ન ચાલુ જ છે.
સામાન્ય રીતે ' લેખક ' ની ' વ્યાખ્યા ' ઝભા-લેંધા ( ખાદીના ) અને ખંભે મોટૉ થેલો ભરાવ્યો હોય તેવી કલ્પના હોય છે. અને લેખકન અને લક્ષ્મીને વેરભાવ હોય એ સ્યાભવિક પણે લોકોનો મત હોય છે.
પરંતુ આપણા આ જાજરમાન લેખક વ્યાપારિક કુનેહ ધરાવે છે અને ધંધાને અતિ આધુનિકમાંથી વિકસાવ્યો છે અને વેપારની સીમા પોતાના ગામ કે પ્રદેશ અને પોતાના દેશ પુરતી સીમીત ન રાખતા દરિયાપારના દેશોમાં પણ પગ પેસારો કર્યો છે. એટલું જ નહિ પણ દાગીનાની નિકાસ ક્ષેત્રે અવલ નંબર મેલવ્યો છે. ઇ.સ. ૨૦૦૧ અને ઇ.સ. ૨૦૦૨ માં એક્સપોર્ટમાં સમગ્ર દેશમાં ૭માં ક્રમે આવ્યા છે.
વ્યક્તિગત રીતે તેઓ દરેક ધર્મને સન્માન કરે છે. પજોષણમાં અઠાઇ, 'વર્ષિતપ', આયંબિલિ જેવા વ્રતો પણ કરેલા છે. દરરોજ હવેલી, શંકરના મંદિર અને દેરાસરમાં નિયમિત દર્શન કરવા જાય છે. ખુબજ મળતાવળા સ્વભાવના છે. અમારી આ ટુંકી ઓળખાણ જાણે વર્ષો જુની હોય તેમ અમને લાગે છે.
જે રીતે તેઑ ધંધામાં સફળ રહા છે. તે જ પ્રમાણે લેખ લખવામાં પણ ધંધાદારી લેખકને ટપી જાય એવા લેખો લખી જાણે છે. કોઇને મર્મમાં લેખ દ્વારા ધણું કહી શકે છે. શીધ્ર લેખક છે. સમયોચીત અન વિષયો પર ખાસ લેખો તૈયાર કરી શકે છે. તેમની ઉદારતા પણ વખાણવા લાયક છે. સંબંધ જાણવવામાં આપણે તેના પાસેથી શીખવું પડે તેમ છે. કોઇને ખરાબ ન લાગે તેવા વ્યંગ લેખનો પણ મહાવરો ધરાવે છે. તળપદી ભાષામાં અને સામાજિક ભાષામાં પણ લખવાનો મહાવરો ધરાવે છે.
તેમની મહેમાનગતિ માણવાનો પણ એક લહાવો છે. તેઓને ઘણો ટાઇમ થયા સ્વર પેટી કપાવી નાખી છે. પણ આ વિષે તેમને મનમાં જરા પણ રંજ નથી. પોતાનું તમામ કામ ચિવટથી ક્રર્યે જાય છે અને ધંધામાં વ્યસ્ત હોવા છતાં ૧૯૯૮ સપ્ટેમબરથી આજ સુધી કોઇ મહિનો લખવાનું ચુક્યા નથી. તેમના લેખૉ ' શ્રી ગિરનારા સાગર ' ના ધરેણા છે. જે બહોલી સંખ્યામા જ્ઞાતિજનોએ અપનાવ્યા છે.
તેમના લેખો ' શ્રી ગિરનારા સાગર ' દ્રારા આપણ જ્ઞાતિની અને શ્રીમાણી સોની અને પટ્ણી સોનીઓના દર મહિને બે હજાર ધરમાં વંચાય છે. તેઓ દ્રારકાધીશ ના ખાસ ભક્ત છે.